સેવાની શરતો

અન્ય ભાષાઓમાં સેવાની શરતો જુઓ: English, অসমীয়া, ગુજરાતી, ಕನ್ನಡ, മലയാളം, मराठी, ଓଡ଼ିଆ, ਪੰਜਾਬੀ, தமிழ், తెలుగు અને हिन्दी

આ શરતોમાં શું છે?

અમે અમારી સેવાની શરતો (શરતો)માં કરેલા ફેરફારો વિશેની કેટલીક મુખ્ય અપડેટ સમજવામાં તમારી સહાય માટે આ અનુક્રમણિકા ડિઝાઇન કરી છે. અમે આશા રાખીએ છીએ કે આમાંથી તમને ઉપયોગી માર્ગદર્શિકા મળશે, પરંતુ કૃપા કરીને ખાતરી કરો કે તમે આ શરતોને સંપૂર્ણ રીતે વાંચો.

YouTubeમાં સ્વાગત છે!

આ વિભાગમાં તમારી સાથેના અમારા સંબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સેવાની વિગતોનું વર્ણન છે, જેમાં આપણી વચ્ચે થયેલા કરાર અને તમારા સેવા પ્રદાતાનું નામ આપવામાં આવ્યું છે.

કોણ સેવાનો ઉપયોગ કરી શકશે?

આ વિભાગમાં સેવાનો ઉપયોગ કરવા માટેની અમુક જરૂરિયાતો સેટ કરવામાં આવી છે અને સાથે જ તેમાં વપરાશકર્તાઓની કૅટેગરી વિશે જાણકારી આપવામાં આવી છે.

સેવાનો તમારો ઉપયોગ

આ વિભાગમાં સેવાનો ઉપયોગ કરવા માટેના તમારા અધિકારો અને સેવાના તમારા ઉપયોગ પર લાગુ થતી શરતો સમજાવવામાં આવી છે. આમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે અમે સેવામાં કેવી રીતે ફેરફારો કરી શકીએ છીએ.

તમારું કન્ટેન્ટ અને આચરણ

આ વિભાગ સેવાને કન્ટેન્ટ પ્રદાન કરતા વપરાશકર્તાઓને લાગુ થાય છે. આ વિભાગ, તમારું કન્ટેન્ટ અપલોડ કરીને તમે જે પરવાનગીઓ આપો છો તેનું કાર્યક્ષેત્ર નિર્ધારિત કરે છે અને સાથે જ તેમાં અન્ય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ અપલોડ ન કરવા સંબંધિત કરાર પણ શામેલ છે.

એકાઉન્ટનું સસ્પેન્શન અને સમાપ્તિ

આ વિભાગમાં તમે અને YouTube આ સંબંધ કેવી રીતે સમાપ્ત કરી શકો છો, તે સમજાવવામાં આવ્યું છે.

સેવામાં વપરાતા સૉફ્ટવેર વિશે

આ વિભાગમાં, સેવામાં વપરાતા સૉફ્ટવેર વિશેની વિગતો શામેલ છે.

અન્ય કાનૂની શરતો

આ વિભાગમાં તમને સેવા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા સમજાવવામાં આવી છે. તેમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે એવી અમુક બાબતો છે, જેના માટે અમે જવાબદાર નથી.

આ કરાર વિશે

આગળ આ વિભાગમાં આપણી વચ્ચેના કરાર વિશે કેટલીક વધુ મહત્ત્વપૂર્ણ વિગતો શામેલ છે, જેમાં જો અમને આ શરતોમાં ફેરફારો કરવાની જરૂર પડે તો શું અપેક્ષા રાખવી જોઈએ અથવા આવા કિસ્સામાં કયા કાયદા લાગુ થાય છે તેની માહિતી શામેલ છે.

સેવાની શરતો

તારીખ: 5 જાન્યુઆરી, 2022

સેવાની શરતો

YouTubeમાં સ્વાગત છે!

પ્રસ્તાવના

YouTube પ્રોડક્ટ, સેવાઓ તેમ જ સુવિધાઓનો ઉપયોગ કરવા બદલ આભાર કે જે પ્લૅટફૉર્મ તરફથી તમને પ્રદાન કરવામાં આવે છે (સામૂહિક રીતે, તે “સેવા” તરીકે ઓળખાય છે).  

અમારી સેવા

આ સેવા તમને વીડિયો અને અન્ય કન્ટેન્ટ શોધવા, જોવા અને શેર કરવાની મંજૂરી આપે છે, તે લોકોને વિશ્વભરના અન્ય લોકો સાથે કનેક્ટ કરવા, તેમને માહિતી પ્રદાન કરવા અને પ્રેરણા આપવા માટે, ચર્ચામંચ પ્રદાન કરે છે તેમ જ ઑરિજિનલ કન્ટેન્ટના નિર્માતાઓ તથા મોટા-નાના બધા જાહેરાતકર્તાઓ માટે વિતરણ પ્લૅટફૉર્મ તરીકે કાર્ય કરે છે. અમે અમારા સહાયતા કેન્દ્રમાં અમારી પ્રોડક્ટ અને તેમને વાપરવાની રીત વિશે ઘણી બધી માહિતી આપીએ છીએ. અન્ય વસ્તુઓ સાથે જ, તમે YouTube Kids, YouTube પાર્ટનર પ્રોગ્રામ તથા YouTubeની સશુલ્ક મેમ્બરશિપ અને ખરીદીઓ (જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં) વિશે પણ વિગતો શોધી શકો છો.તમે અન્ય ડિવાઇસ જેમ કે તમારા ટેલિવિઝન, તમારા ગેમ કન્સોલ અથવા Google Home પર કન્ટેન્ટનો આનંદ માણવા વિશેની બધી વિગતો પણ વાંચી શકો છો.

તમારા સેવા પ્રદાતા

સેવા આપનારું એકમ Google LLC છે, જે ડેલવેરના કાયદા હેઠળ કામ કરતી કંપની છે. જેના વ્યવસાયનું મુખ્ય લોકેશન છે 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043 (જેના માટે અહીં “YouTube”, “અમે”, “આપણે” અથવા “આપણું” જેવા શબ્દોનો સંદર્ભ આપવામાં આવ્યો છે). આ શરતોમાં YouTubeના “આનુષંગિકો” તરીકે જેનો સંદર્ભ આપવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે Alphabet Inc. કૉર્પોરેટ ગ્રૂપ હેઠળ આવતી (વર્તમાન કે ભવિષ્યમાં થનારી) અન્ય કંપનીઓ.

લાગુ થતી શરતો

સેવાનો તમારો ઉપયોગ આ શરતો, YouTube સમુદાયના દિશાનિર્દેશો અને પૉલિસી, સલામતી તથા કૉપિરાઇટ સંબંધી પૉલિસીઓને આધીન છે જે સમય સમય પર અપડેટ થઈ શકે છે (એકસાથે, આને "કરાર" કહેવાય છે). જો તમે સેવામાં જાહેરાત કે તેના માટે સ્પૉન્સરશિપ આપો અથવા તો તમારા કન્ટેન્ટમાં સશુલ્ક પ્રમોશનનો સમાવેશ કરો, તો અમારી સાથે થયેલા તમારા કરારમાં YouTube પર જાહેરાત સંબંધિત પૉલિસીઓનો પણ સમાવેશ રહેશે. આ શરતોમાં આપવામાં આવેલી અન્ય કોઈપણ લિંક અથવા સંદર્ભ માત્ર માહિતી પ્રદાન કરવા માટે હોય છે અને તે કરારનો ભાગ હોતા નથી.

કૃપા કરીને ખૂબ જ ધ્યાનપૂર્વક આ કરાર વાંચો અને ખાતરી કરો કે તે તમને સમજાયો છે. જો તમને કરાર ન સમજાય અથવા તેમાંનો કોઈપણ ભાગ તમને સ્વીકાર ન હોય, તો તમારે આ સેવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

આ કરાર સ્વીકારીને, તમે કન્ફર્મ કરો છો કે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તમે આ કરાર કરવા તથા આ કરારથી બંધાવા અને તેનું પાલન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છો. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો નીચેના પ્રતિબંધો અને આવશ્યકતાઓ લાગુ થાય છે.

કોણ આ સેવાનો ઉપયોગ કરી શકશે?

ઉંમર સંબંધિત આવશ્યકતાઓ

સેવાનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી આવશ્યક છે; જોકે, માતા-પિતા અથવા કાયદેસર વાલી દ્વારા ચાલુ કરવામાં આવી હોય તો કોઈપણ વયના બાળકો આ સેવા અને YouTube Kids (જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં)નો ઉપયોગ કરી શકે છે. 

માતાપિતા અથવા વાલીની પરવાનગી

જો તમે તમારા દેશમાં સગીર મનાતા હો, તો તેનો અર્થ એ છે કે તમે સેવાનો ઉપયોગ કરવા માટે તમારા માતાપિતા અથવા વાલી પાસેથી પરવાનગી મેળવી છે. કૃપા કરીને તેમને તમારી સાથેનો આ કરાર વાંચવા માટે કહો.

જો તમે તમારા દેશમાં સગીર મનાતા બાળકના માતાપિતા અથવા કાયદેસર વાલી હો, તો તમારા બાળકને સેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને તમે આ કરારની શરતોને આધીન અને સેવા પરની તમારા બાળકની પ્રવૃત્તિ માટે જવાબદાર રહો છો. તમે અમારા સહાયતા કેન્દ્રમાં અને Googleની Family Link વડે YouTube પર તમારા કુટુંબના અનુભવને (13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સેવા અને YouTube Kidsનો ઉપયોગ કરી શકે એ માટે તેને કેવી રીતે ચાલુ કરવું તેની માહિતી સહિતની સુવિધાઓ) મેનેજ કરવામાં તમારી સહાય માટે ટૂલ અને સંસાધનો શોધી શકો છો.

વ્યવસાયો

જો તમે કોઈ કંપની કે સંસ્થા વતી સેવાનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તમે એ વાતનું પ્રતિનિધિત્વ કરો છો કે તમે એ એકમ વતી કાર્ય કરવાનો અધિકાર ધરાવો છો અને તે એકમ આ કરારને સ્વીકારે છે.

સેવાનો તમારો વપરાશ

સેવામાં ઉપલબ્ધ કન્ટેન્ટ

અમારી સેવામાં ઉપલબ્ધ કન્ટેન્ટમાં વીડિયો, ઑડિયો (ઉદાહરણ તરીકે મ્યુઝિક અને અન્ય સાઉન્ડ), ગ્રાફિક, ફોટા, ટેક્સ્ટ (જેમ કે કૉમેન્ટ અને સ્ક્રિપ્ટ), બ્રાંડિંગ (ટ્રેડ નામ, ટ્રેડમાર્ક, સેવા ચિહ્નો અથવા લોગો સહિત), ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ, સૉફ્ટવેર, મેટ્રિક અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે (સામૂહિક રીતે, તે "કન્ટેન્ટ” તરીકે ઓળખાય છે).

કન્ટેન્ટ એ સેવામાં તેને અપલોડ કરતી વ્યક્તિ અથવા એકમની જવાબદારી છે. YouTube, કન્ટેન્ટ હોસ્ટ કરવા અથવા પ્રદાન કરવા માટે બાધ્ય નથી. જો તમને કોઈ એવું કન્ટેન્ટ દેખાય કે જેમાં તમારા અનુસાર સમુદાયના દિશાનિર્દેશો અથવા કાયદાના ઉલ્લંઘન સહિત, આ કરારનું પાલન કરવામાં આવ્યું નથી, તો તમે અમને તેની જાણ કરી શકો છો.

Google એકાઉન્ટ અને YouTube ચૅનલ

તમે Google એકાઉન્ટ વિના પણ સેવાની અમુક સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો, જેમ કે કન્ટેન્ટ બ્રાઉઝ કરવા અને શોધવા. જોકે કેટલીક સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે Google એકાઉન્ટ હોવું જરૂરી છે. Google એકાઉન્ટ વડે, તમે વીડિયોને પસંદ કરી શકશો, વિવિધ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરી શકશો, તમારી પોતાની YouTube ચૅનલ બનાવી શકશો સાથે બીજું ઘણું કરી શકશો. તમે Google એકાઉન્ટ બનાવવા માટે, આ સૂચનાઓ અનુસરી શકશો.

YouTube ચૅનલ બનાવવાથી તમને વીડિયો અપલોડ કરવા, કૉમેન્ટ કરવા કે પ્લેલિસ્ટ બનાવવા (આ સુવિધા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં) જેવી વધારાની સુવિધાઓ અને ફંક્શન ઍક્સેસ કરવા મળશે. આ રહી તમારી પોતાની YouTube ચૅનલ બનાવવાની રીત વિશેની કેટલીક વિગતો.

તમારું Google એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે, તમારા પાસવર્ડને ગોપનીય રાખો. તમારે ત્રીજા પક્ષની ઍપ્લિકેશનો પર તમારા Google એકાઉન્ટના પાસવર્ડનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ નહીં. તમારા પાસવર્ડ કે Google એકાઉન્ટનો જો કોઈપણ રીતે અનધિકૃત ઉપયોગ થયો હોવાની જાણ થાય તો તમારે શું કરવું એ અંગેની માહિતી સહિત તમારા Google એકાઉન્ટને સુરક્ષિત રાખવા વિશે વધુ જાણો.

તમારી માહિતી

અમારી પ્રાઇવસી પૉલિસી સમજાવે છે કે સેવાના તમારા ઉપયોગ દરમિયાન અમે કેવી રીતે તમારા વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરીએ છીએ. YouTube Kidsની પ્રાઇવસી નોટિસ અમારી પ્રાઇવસી પ્રૅક્ટિસ વિશે વધારાની માહિતી આપે છે, જે માત્ર YouTube Kids પર લાગુ થાય છે.

તમે અપલોડ કરેલા કોઈપણ ઑડિયો કે ઑડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ પર અમે YouTubeના ડેટાની પ્રક્રિયાની શરતો અનુસાર પ્રક્રિયા કરીશું, જેમાં તમે વ્યક્તિગત હેતુસર અથવા પારિવારિક પ્રવૃત્તિઓ તરીકે અપલોડ કરેલું કન્ટેન્ટ અપવાદ હોય છે. વધુ જાણો.

પરવાનગીઓ અને પ્રતિબંધો

જ્યાં સુધી તમે આ કરાર અને લાગુ થતા કાયદાનું પાલન કરો છો ત્યાં સુધી તમે તમારા માટે ઉપલબ્ધ કરાવેલી સેવા તેનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા વ્યક્તિગત, બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે કન્ટેન્ટ જોઈ અથવા સાંભળી શકો છો. તમે એમ્બેડ કરવા યોગ્ય YouTube પ્લેયર મારફતે YouTube વીડિયો પણ બતાવી શકો છો.

સેવાના તમારા ઉપયોગ પર નીચે જણાવેલા પ્રતિબંધો લાગુ થાય છે. તમને આની મંજૂરી નથી:

  1. સેવા કે કોઈ કન્ટેન્ટનો કોઈપણ ભાગ ઍક્સેસ કરવાની, તેને ફરીથી બનાવવાની, ડાઉનલોડ કરવાની, તેનું વિતરણ કરવાની, તેને મોકલવાની, બ્રોડકાસ્ટ કરવાની, બતાવવાની, વેચવાની, તેનું લાઇસન્સ આપવાની, તેને બદલવાની, તેમાં ફેરફાર કરવાની અથવા અન્યથા તેનો ઉપયોગ કરવાની, સિવાય કે: (a) સેવા દ્વારા ખૂબ જ સ્પષ્ટપણે અધિકૃત તરીકે પરવાનગી આપવામાં આવી હોય અથવા (b) YouTube પાસેથી અને જો લાગુ થતું હોય તો સંબંધિત અધિકારો ધરાવતી વ્યક્તિ પાસેથી આગોતરી લેખિત પરવાનગી લેવામાં આવી હોય;
  2. સેવાના કોઈપણ ભાગના ઉપયોગમાં અવરોધ નિર્માણ કરવાની, તેને બંધ કરવાની, કપટપૂર્ણ રીતે તેમાં જોડાવાની અથવા તો અન્ય કોઈ પદ્ધતિથી અડચણ ઊભી કરવાની (કે આ બધામાંથી કોઈપણ કામ કરવાનો પ્રયાસ કરવાની) મંજૂરી નથી, જેમાં શામેલ છે સુરક્ષા-સંબંધિત સુવિધાઓ અથવા તો એવી સુવિધાઓ જે (a) કન્ટેન્ટની કૉપિ કરવાથી કે અન્ય રીતે તેના ઉપયોગને અટકાવે છે કે પછી તેને પ્રતિબંધિત કરે છે અથવા (b) સેવા કે કન્ટેન્ટના તમારા ઉપયોગને મર્યાદિત કરે છે;
  3. ઑટોમૅટેડ પદ્ધતિઓ (જેમ કે રોબૉટ, બૉટનેટ અથવા સ્ક્રેપર)નો ઉપયોગ કરીને સેવાને ઍક્સેસ કરવાની મંજૂરી નથી, સિવાય કે (a) સાર્વજનિક શોધ એન્જિનનો ઉપયોગ YouTubeની robots.txt ફાઇલ અનુસાર કરવામાં આવે અથવા (b) YouTube પાસેથી આગોતરી લેખિત પરવાનગી લેવામાં આવે;
  4. એવી માહિતી એકત્રિત કરવાની અથવા તેનો સંગ્રહ કરવાની મંજૂરી નથી કે જે કોઈ વ્યક્તિને ઓળખી શકે (ઉદાહરણ તરીકે, વપરાશકર્તાના નામ કે ચહેરા), સિવાય કે સંબંધિત વ્યક્તિએ તેના માટે પરવાનગી આપી હોય અથવા ઉપર બતાવેલા ત્રીજા વિભાગ અનુસાર પરવાનગી લીધી હોય;
  5. અનપેક્ષિત પ્રમોશનવાળું અથવા વ્યાવસાયિક કન્ટેન્ટ કે પછી અન્ય અનિચ્છનીય અથવા સામૂહિક રીતે લોકોને લલચાવે તેવા કન્ટેન્ટનું વિતરણ કરવાની પરવાનગી નથી;
  6. સેવાનો ઉપયોગ કરતા વાસ્તવિક વપરાશકર્તા સંબંધિત ડેટામાં કોઈપણ ગડબડ કરવી અથવા આમ કરવા માટે પ્રોત્સાહન આપવાની મંજૂરી નથી, જેમાં વીડિયો જોવાયાની સંખ્યા, પસંદ કે નાપસંદની સંખ્યા અથવા ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા વધારવા માટે કે પછી ચાલાકીપૂર્વક કોઈપણ રીતે મેટ્રિકમાં હેરફેર કરવા માટે, લોકોને ચુકવણી કરવી અથવા તેમને પ્રલોભન આપવાનો સમાવેશ થાય છે;
  7. કોઈપણ બાબતની જાણ કરવા, અયોગ્ય કન્ટેન્ટની જાણ કરવા અથવા ફરિયાદ, તકરાર કરવા અથવા તો અપીલ કરવાની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાની મંજૂરી નથી, જેમાં આધારહીન, ઉશ્કેરણીજનક અથવા અર્થહીન ફરિયાદો સબમિટ કરવી શામેલ છે;
  8. સેવા પર અથવા તેના મારફતે એવી પ્રતિસ્પર્ધાઓ ચલાવવાની મંજૂરી નથી કે જે YouTubeની પ્રતિસ્પર્ધાની પૉલિસીઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરતી ન હોય;
  9. કન્ટેન્ટ જોવા કે સાંભળવા માટે વ્યક્તિગત, બિન-વ્યાવસાયિક ઉપયોગ સિવાય બીજી કોઈપણ રીતે સેવાનો ઉપયોગ કરવાની પરવાનગી નથી
  10. (ઉદાહરણ તરીકે, તમે સાર્વજનિક રીતે વીડિયો સ્ક્રીન કરવા કે મ્યુઝિક વગાડવા માટે સેવાનો ઉપયોગ કરી શકશો નહીં) અથવા
  11. સેવાનો ઉપયોગ, (a) સેવા અથવા કન્ટેન્ટ પર, તેની આસપાસ કે પછી તેની અંદર જાહેરાત, સ્પૉન્સરશિપ અથવા પ્રમોશન માટે થઈ શકશે નહીં, સિવાય કે YouTube પર જાહેરાત આપવા સંબંધિત પૉલિસીઓ (જેમ કે પ્રોડક્ટ પ્લેસમેન્ટનું પાલન)માં તેની મંજૂરી આપવામાં આવી હોય અથવા (b) એવી કોઈપણ વેબસાઇટના કોઈપણ પેજ પર અથવા એવી કોઈપણ ઍપ્લિકેશનમાં જાહેરાત, સ્પૉન્સરશિપ કે પ્રમોશનની મંજૂરી નથી, જેમાં શામેલ બધું કન્ટેન્ટ માત્ર સેવામાંથી લેવામાં આવ્યું હોય અથવા જ્યાં સેવાના કન્ટેન્ટનો મુખ્ય આધાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય (ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ ખાસ કરીને YouTube વીડિયો જોવા માટે જ જેની મુલાકાત લેતા હોય એવા કોઈ વેબપેજ પર જાહેરાતો બતાવવી).

રિઝર્વેશન

સેવાનો ઉપયોગ કરવાથી વપરાશકર્તાના નામ કે અન્ય લોકો અથવા YouTube દ્વારા પોસ્ટ કરવામાં આવેલા બીજા કોઈ કન્ટેન્ટ સહિત, સેવાની માલિકી તમને મળી જતી નથી અથવા તો તેની કોઈપણ સુવિધાના અધિકારો તમને મળી જતા નથી).

સેવા ડેવલપ કરો, તેને બહેતર બનાવો અને તેને અપડેટ કરો

YouTube સતત સેવામાં ફેરફાર કરતું રહે છે અને સાથે જ તેને બહેતર બનાવતું રહે છે. સતત સુધારો કરવાના ભાગ તરીકે, અમે (સંપૂર્ણ સેવા અથવા તેની કોઈ સુવિધામાં) ફેરફારો કરી શકીએ છીએ, જેમ કે નવી સુવિધાઓ કે કાર્યક્ષમતાઓ ઉમેરવી અથવા કાઢી નાખવી અથવા નવું ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓ ઑફર કરવી અથવા જૂની બંધ કરવી. કાર્યપ્રદર્શન અથવા સુરક્ષાને બહેતર બનાવવા, કાયદાનું પાલન કરવા માટે જરૂરી ફેરફારો કરવા અથવા અમારી સિસ્ટમ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા અથવા તેનો દુરુપયોગ રોકવા માટે, અમને સેવામાં અથવા તો તેની કોઈ સુવિધામાં બદલાવ કરવાની કે પછી તેને બંધ કરવાની પણ જરૂર પડી શકે છે. આ ફેરફારોની અસર બધા વપરાશકર્તાઓ, કેટલાક વપરાશકર્તાઓ અથવા વ્યક્તિગત રીતે કોઈપણ વપરાશકર્તા પર પણ થઈ શકે છે. જ્યારે સેવા માટે ડાઉનલોડ કરવા યોગ્ય સૉફ્ટવેર (જેમ કે YouTube Studio ઍપ્લિકેશન) જરૂરી હોય અથવા તો તે તેમાં શામેલ હોય, ત્યારે તમારા ડિવાઇસના સેટિંગને આધીન, એકવાર નવું વર્ઝન કે સુવિધા ઉપલબ્ધ થતાં જ તે સૉફ્ટવેર તમારા ડિવાઇસ પર ઑટોમૅટિક રીતે અપડેટ થઈ શકે છે. જો અમે એવા વાસ્તવિક ફેરફારો કરીએ જે સેવાના તમારા ઉપયોગ પર નકારાત્મક રીતે અસર કરે, તો અમે તમને અગાઉથી જરૂરી સૂચના આપીશું, જોકે દુરુપયોગ અટકાવવા, કાનૂની જરૂરિયાતો પૂરી કરવા અથવા સુરક્ષા તેમજ કાર્યક્ષમતા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા જેવી તાકીદની પરિસ્થિતિઓ હોય, તો આમ કરવામાં આવશે નહીં. અમે તમને લાગુ થતા કાયદા અને પૉલિસીઓને આધીન, Google Takeoutનો ઉપયોગ કરીને તમારા Google એકાઉન્ટમાંથી તમારું કન્ટેન્ટ નિકાસ કરવાની પણ તક આપીશું.

તમારું કન્ટેન્ટ અને આચરણ

કન્ટેન્ટ અપલોડ કરવા વિશે

જો તમે કોઈ YouTube ચૅનલ ધરાવતા હો, તો તમે સેવા પર કન્ટેન્ટ અપલોડ કરી શકશો. તમે તમારા વ્યવસાય અથવા સર્જનાત્મક પ્રયાસોના પ્રમોશન માટે તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશો. જો તમે કન્ટેન્ટ અપલોડ કરવાનો વિકલ્પ પસંદ કરો, તો તમારે સેવા પર એવું કોઈ કન્ટેન્ટ સબમિટ કરવું જોઈએ નહીં, જે આ કરાર (જેમાં YouTube સમુદાયના દિશાનિર્દેશો શામેલ છે) અથવા લાગુ થતા કાયદો(દાઓ).

ખાસ કરીને, કન્ટેન્ટ આ આવશ્યકતાઓ પૂરી કરે તે જરૂરી છે:

પ્રાઇવસી સહિત અન્ય લોકોના અધિકારોનો આદર કરે;

b. કન્ટેન્ટમાં ત્રીજા પક્ષની બૌદ્ધિક સંપદા (જેમ કે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ) શામેલ ન હોવી જરૂરી છે, સિવાય કે તમારી પાસે એ પક્ષની પરવાનગી હોય અથવા તો તમારી પાસે તેને શામેલ કરવાનો કાનૂની અધિકાર હોય;

c. કન્ટેન્ટમાં અન્ય લોકો કે પોતાને અપશબ્દો ન કહેવામાં આવે અથવા તેમને કે પોતાને નુકસાન ન પહોંચાડવામાં આવે (અથવા આવા અપશબ્દો બોલવા કે નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં ન આવે કે તેને પ્રોત્સાહન આપવા ન આવે), જેમાં બાળકો સાથે થતું ગેરવર્તન પણ શામેલ છે;

d. તે ગેરમાર્ગે ન દોરે, ખોટા પેટન્ટ પર આધારિત ન હોય અથવા કપટ ન કરે;

e. તે ગેરકાનૂની રીતે અન્ય વ્યક્તિ હોવાનો ઢોંગ ન કરે, કોઈને બદનામ ન કરે, ધમકાવે નહીં, કોઈનું ઉત્પીડન ન કરે, અશ્લીલ ન હોય અથવા અન્ય લોકો સાથે ધમકીપુર્ણ વ્યવહાર ન કરે;

f. લાગુ થતા કાયદાઓના ઉલ્લંઘન માટે તે પ્રોત્સાહન ન આપે;

g. સેવાઓનો દુરુપયોગ ન કરે, તેમને નુકસાન ન પહોંચાડે, તેમની સાથે ચેડાં ન કરે અથવા તેમાં વિક્ષેપ ન પાડે — ઉદાહરણ તરીકે, સેવાઓનો કપટપૂર્ણ અથવા ભ્રામક રીતે ઍક્સેસ કે ઉપયોગ કરે, માલવેર, સ્પામિંગ કે હૅકિંગના સહારે અમારી સિસ્ટમ અથવા સુરક્ષાના માપદંડોને બાયપાસ કરે.

તમે સેવા પર જે કન્ટેન્ટ સબમિટ કરો છો, તેના માટે તમે કાનૂની રીતે જવાબદાર છો. સ્પામ અને માલવેર સહિતના કોઈપણ પ્રકારના ઉલ્લંઘન અને દુરુપયોગની ભાળ મેળવવામાં સહાય માટે, અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ, જે તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે.

તમે આપેલા અધિકારો

તમારા કન્ટેન્ટ પર તમારો માલિકી અધિકાર જળવાઈ રહે છે. જોકે, અમારા માટે જરૂરી છે કે તમે તમારા કન્ટેન્ટ સંબંધિત કેટલાક અધિકારો YouTube અને સેવાનો ઉપયોગ કરનારા અન્ય વપરાશકર્તાઓને આપો, જેના વિશે નીચે જણાવવામાં આવ્યું છે.

YouTubeને લાઇસન્સ આપવું

સેવાને કન્ટેન્ટ પ્રદાન કરીને, તમે તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે YouTubeને એવું લાઇસન્સ આપો છો જે સમગ્ર વિશ્વમાં વાપરી શકાય તેવું, બધા માટે ઉપલબ્ધ, રૉયલ્ટી-ફ્રી, ટ્રાન્સફર કરવા યોગ્ય અને પેટા લાઇસન્સ આપવા લાયક હોય (જેમાં ફરી વાર કન્ટેન્ટનો ઉપયોગ કરવો, તેનું વિતરણ કરવું, તેની પ્રકાશિત નકલો તૈયાર કરવી, તે બતાવવું અને તેને પ્રદર્શિત કરવું શામેલ છે). YouTube તે કન્ટેન્ટનો ઉપયોગ માત્ર સેવા અને YouTubeના (અને તેની કંપનીઓ અને આનુષંગિકોના) વ્યવસાય સાથે સંકળાયેલા હેતુસર કરી શકે છે, જેમાં સમગ્ર સેવા અથવા તેના કોઈ ભાગનું પ્રમોશન કરવાનો તેમ જ તેનું ફરી વિતરણ કરવાનો હેતુ શામેલ છે.

અન્ય વપરાશકર્તાઓને લાઇસન્સ આપવું

માત્ર સેવાની કોઈ સુવિધા (જેમ કે વીડિયો પ્લેબૅક અથવા એમ્બેડ) ચાલુ કરેલી હોય, તે પ્રમાણે જ તમે સેવાના દરેક અન્ય વપરાશકર્તાને સેવા મારફતે તમારું કન્ટેન્ટ ઍક્સેસ કરવા અને તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે વિશ્વમાં વાપરી શકાય તેવું, બધા માટે ઉપલબ્ધ, રૉયલ્ટી-ફ્રી લાઇસન્સ પણ આપો છો, જેમાં ફરી વાર કન્ટેન્ટનો ઉપયોગ કરવો, તેનું વિતરણ કરવું, તેની પ્રકાશિત નકલો તૈયાર કરવી, તે બતાવવું અને તેને પ્રદર્શિત કરવું શામેલ છે. સ્પષ્ટતા માટે, આ લાઇસન્સ, વપરાશકર્તાને તમારા કન્ટેન્ટને સેવા સિવાય અન્ય કોઈપણ જગ્યાએ, કોઈપણ રીતે ઉપયોગ કરવાનો કોઈ અધિકાર કે પરવાનગી આપતું નથી.

લાઇસન્સની અવધિ

તમે સેવામાંથી તમારું કન્ટેન્ટ કાઢી નાખો અથવા ડિલીટ કરી નાખો તે પછી તમારા દ્વારા આપવામાં આવેલું લાઇસન્સ વ્યાવસાયિક દૃ્ષ્ટીથી ઉચિત સમયગાળા માટે ચાલુ રહે છે. જોકે, તમે સમજો છો અને સંમત થાઓ છો કે કાઢી નાખવામાં આવેલી કે પછી ડિલીટ કરવામાં આવેલી તમારા વીડિયોની સર્વર કૉપિને YouTube જાળવી શકે છે, પરંતુ તેને બતાવી, વિતરિત કે પ્રદર્શિત કરી શકશે નહીં.

કમાણી કરવાનો અધિકાર

તમે YouTubeને સેવા પર તમારા કન્ટેન્ટમાંથી કમાણી કરવાનો અધિકાર આપો છો (અને કમાણી કરવાના આવા કેટલાક અધિકારોમાં કન્ટેન્ટમાં અથવા તેની ઉપર જાહેરાતો આપવી અથવા તેમને ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓ પાસેથી શુલ્ક વસૂલ કરવા જેવી બાબતો શામેલ હોઈ શકે છે). તમને આ કરારમાંથી કોઈપણ પ્રકારની ચુકવણી મળતી નથી. 1 જૂન, 2021થી, તમારી અને YouTube વચ્ચેના અન્ય કોઈપણ કરાર (તેમાં ઉદાહરણ તરીકે YouTube પાર્ટનર પ્રોગ્રામ, ચૅનલની મેમ્બરશિપ અથવા Super Chat હેઠળની ચુકવણીઓ શામેલ છે) હેઠળ, તમે YouTube તરફથી પ્રાપ્ત કરવા માટે હકદાર હોઈ શકો એવી કોઈપણ ચુકવણીને રૉયલ્ટી ગણવામાં આવશે.  કાનૂની રીતે જરૂરી હોય તો, Google આવી ચુકવણીઓ પર લાગુ ટેક્સની રકમ હોલ્ડ કરશે.

તમારું કન્ટેન્ટ કાઢી નાખવું

તમે કોઈપણ સમયે સેવામાંથી તમારું કન્ટેન્ટ કાઢી નાખી શકો છો. તેને કાઢી નાખતા પહેલાં તમારી પાસે તમારા કન્ટેન્ટની કૉપિ બનાવવાનો વિકલ્પ પણ હોય છે. જો તમારી પાસે હવે આ શરતો માટેના જરૂરી અધિકારો ન હોય, તો તમારે તમારું કન્ટેન્ટ કાઢી નાખવું આવશ્યક છે.

YouTube દ્વારા કન્ટેન્ટ કાઢી નાખવું

જો અમે વાજબી રીતે માનીએ કે તમારા કોઈપણ કન્ટેન્ટમાં (1) આ કરારનું ઉલ્લંઘન થાય છે અથવા (2) તેને કારણે YouTube, અમારા વપરાશકર્તાઓ કે ત્રીજા પક્ષોને નુકસાન પહોંચી શકે છે તો અમે તે કન્ટેન્ટને લાગુ થતા કાયદા મુજબ કાઢી નાખવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. અમે જે પગલું લઈશું, તેના કારણ સહિત તમને તેના વિશે સૂચિત કરીશું, સિવાય કે અમે વાજબી રીતે માનીએ કે: (a) તે કાયદાનું કે કાયદા અમલીકરણ અધિકારીના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરશે અથવા તો YouTube કે અમારા આનુષંગિકોની કાનૂની જવાબદારી માટે જોખમ ઊભું કરશે; (b) તે કોઈ તપાસ, સેવાની વિશ્વસનીયતા કે પછી કામ કરવાની તેની પદ્ધતિ સાથે ચેડાં કરશે અથવા (c) તે કોઈપણ વપરાશકર્તા, અન્ય ત્રીજા પક્ષ, YouTube કે અમારા આનુષંગિકોને નુકસાન પહોંચાડવાનું કારણ બનશે. અમારા સહાયતા કેન્દ્રના સમસ્યા નિવારણ કરવા માટેના પેજ પર તમે અપીલ કરવાની રીત સહિત, રિપોર્ટિંગ અને સમસ્યા ઉકેલ વિશે વધુ જાણી શકો છો.

સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક

એવું કન્ટેન્ટ કે જે YouTube સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય, તેને રોકવા માટે YouTube “સ્ટ્રાઇક” સિસ્ટમનો ઉપયોગ કરે છે. જ્યારે સ્ટ્રાઇક મળે છે ત્યારે તેની સાથે અલગ-અલગ પ્રતિબંધો જોડાયેલા હોય છે અને તેને કારણે તમારી ચૅનલને YouTube પરથી કાયમી રીતે કાઢી નાખવામાં આવી શકે છે.  કોઈ સ્ટ્રાઇકને કારણે તમારી ચૅનલ પર કેવી અસર થઈ શકે છે તેનું વિગતવાર વર્ણન સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશે મૂળભૂત માહિતી પેજ પર ઉપલબ્ધ છે. જો તમે એવું માનતા હો કે ચૅનલને ભૂલથી સ્ટ્રાઇક મળી છે, તો તમે અહીં અપીલ કરી શકો છો.

જો તમારી ચૅનલ પર સ્ટ્રાઇકને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો આવા કોઈપણ પ્રતિબંધને ટાળવા માટે તમારે કોઈ બીજી ચૅનલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પ્રતિબંધના આ ઉલ્લંઘનને, આ કરારનો ભંગ માનવામાં આવે છે અને આવા કિસ્સામાં તમારું Google એકાઉન્ટ સમાપ્ત કરવાનો અથવા સંપૂર્ણ સેવા કે તેની કોઈ સુવિધાનો તમારો ઍક્સેસ બંધ કરવાનો અધિકાર Google આરક્ષિત રાખે છે.

કૉપિરાઇટ સુરક્ષા

અમે કૉપિરાઇટ હોલ્ડરને તેમની બૌદ્ધિક સંપદાને ઑનલાઇન મેનેજ કરવામાં સહાય માટે, અમારા YouTube કૉપિરાઇટ કેન્દ્રમાં માહિતી પ્રદાન કરીએ છીએ. જો તમે એવું માનતા હો કે અમારા પ્લૅટફૉર્મ પર સેવામાં તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન થયું છે, તો કૃપા કરીને તેની સૂચના અમને મોકલો.

અમે અમારા YouTube કૉપિરાઇટ કેન્દ્રમાં થતી પ્રક્રિયા અનુસાર, કૉપિરાઇટના કથિત ઉલ્લંઘન સંબંધિત સૂચનાઓનો જવાબ આપીએ છીએ, જ્યાં તમે કૉપિરાઇટ સ્ટ્રાઇક સંબંધિત સમસ્યાનું નિરાકરણ કરવાની રીત વિશેની માહિતી પણ શોધી શકો છો. YouTubeની પૉલિસીઓ અનુસાર, શરતોનું વારંવાર ઉલ્લંઘન કરતા હોય એવા વપરાશકર્તાનો સેવાના વપરાશનો ઍક્સેસ યોગ્ય સંજોગોમાં સમાપ્ત કરી શકાય છે.

એકાઉન્ટનું સસ્પેન્શન અને સમાપ્તિ

તમારી તરફથી સમાપ્તિ વિશે

તમે કોઈપણ સમયે સેવાનો વપરાશ કરવાનું બંધ કરી શકો છો. તમારા Google એકાઉન્ટમાંથી સેવા ડિલીટ કરવા માટે, આ સૂચનાઓ અનુસરો, જેમાં તમારી YouTube ચૅનલ બંધ કરવા અને તેમાંનો તમારો બધો ડેટા કાઢી નાખવા સંબંધિત માહિતી શામેલ છે. આમ કરતા પહેલાં તમારી પાસે તમારા ડેટાની કૉપિ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ હોય છે.

YouTube તરફથી સમાપ્તિ અને સસ્પેન્શન વિશે

YouTube  તમારા Google એકાઉન્ટ અથવા સમગ્ર સેવાના કે તેના કોઈ ભાગના તમારા ઍક્સેસને સસ્પેન્ડ અથવા તો સમાપ્ત કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે, જો: (a) તમે આ કરારનો વાસ્તવમાં કે વારંવાર ભંગ કરો; (b) અમારે કાનૂની જરૂરિયાત અનુસાર અથવા કોર્ટના ઑર્ડરનું પાલન કરવા માટે, આમ કરવું જરૂરી હોય અથવા (c) અમે માનીએ કે કોઈપણ વપરાશકર્તા, અન્ય ત્રીજા પક્ષ, YouTube કે અમારા આનુષંગિકોને કાનૂની રીતે જવાબદાર ઠેરવે (અથવા ઠેરવી શકે) અથવા તો તેમને નુકસાન પહોંચાડે એવી કોઈ વર્તણૂક કન્ટેન્ટમાં કરવામાં આવી છે.

સમાપ્તિ અથવા સસ્પેન્શન સંબંધિત સૂચના

અમે YouTube દ્વારા એકાઉન્ટ કે સેવાની સમાપ્તિ અથવા સસ્પેન્શન વિશે તેના કારણ સહિત તમને સૂચિત કરીશું, સિવાય કે અમે વાજબી રીતે માનીએ કે: (a) તે કાયદાનું કે કાયદા અમલીકરણ અધિકારીના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરશે (b) તે કોઈ તપાસ સાથે ચેડાં કરશે; (c) તે સેવાની વિશ્વસનીયતા, કામ કરવાની પદ્ધતિ કે સુરક્ષા સાથે ચેડાં કરશે અથવા (d) તે કોઈપણ વપરાશકર્તા, અન્ય ત્રીજા પક્ષ, YouTube કે અમારા આનુષંગિકોને નુકસાન પહોંચાડવાનું કારણ બનશે. જ્યાં YouTube સેવાના ફેરફારો માટે તમારો ઉપયોગ સમાપ્ત કરી રહ્યું હોય, ત્યારે વાજબી રીતે શક્ય હોય ત્યાં તમને સેવામાંથી તમારું કન્ટેન્ટ નિકાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.

એકાઉન્ટના સસ્પેન્શન અથવા તેની સમાપ્તિની અસર

જો તમારું Google એકાઉન્ટ સમાપ્ત કરી દેવામાં આવે અથવા સેવાના તમારા ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો એકાઉન્ટ વિના પણ તમે સેવાની કેટલીક સુવિધાઓ (જેમ કે ફક્ત જોવાની સુવિધા)નો ઉપયોગ કરી શકશો અને આ કરાર આવા ઉપયોગ પર પણ લાગુ થશે. જો તમે એવું માનતા હો કે તમારું Google એકાઉન્ટ ભૂલથી સમાપ્ત કે સસ્પેન્ડ કે કરવામાં આવ્યું છે, તો તમે આ ફોર્મનો ઉપયોગ કરીને અપીલ કરી શકો છો.

સેવામાં વપરાતા સૉફ્ટવેર વિશે

ડાઉનલોડ કરવા યોગ્ય સૉફ્ટવેર

જ્યારે સેવા માટે ડાઉનલોડ કરવા યોગ્ય સૉફ્ટવેર (જેમ કે YouTube Studio ઍપ્લિકેશન) જરૂરી હોય અથવા તો તે તેમાં શામેલ હોય, સિવાય કે એ સૉફ્ટવેર લાઇસન્સ આપતી વધારાની શરતો દ્વારા સંચાલિત હોય ત્યારે સેવાના ભાગ તરીકે YouTube દ્વારા તમને પ્રદાન કરવામાં આવેલા સૉફ્ટવેરનો ઉપયોગ કરવા માટે YouTube તમને વ્યક્તિગત, સમગ્ર વિશ્વમાં વાપરી શકાય તેવું, રૉયલ્ટી-ફ્રી, કોઈને સોંપી ન શકાય તેવું અને બધા માટે ઉપલબ્ધ લાઇસન્સ આપે છે. આ કરાર અનુસાર જે રીતે પરવાનગી આપવામાં આવી છે તે રીતે, તમને YouTube દ્વારા પ્રદાન કરવામાં આવેલી સેવાના લાભનો ઉપયોગ કરવાની અને તેનો આનંદ માણવાની મંજૂરી આપવી એ જ આ લાઇસન્સનો એકમાત્ર હેતુ છે. તમને સૉફ્ટવેરના કોઈપણ ભાગની કૉપિ બનાવવાની, તેમાં ફેરફાર કરવાની, તેને વિતરિત કરવાની, વેચવાની, તેનું પેટા લાઇસન્સ આપવાની કે તેને ભાડા પર આપવાની મંજૂરી નથી સિવાય કે તમારી પાસે YouTubeની લેખિત પરવાનગી હોય.

ઓપન સૉર્સ

અમારી સેવામાં વપરાતું અમુક સૉફ્ટવેર જે અમે તમને પ્રદાન કરીએ છીએ, તે ઓપન સૉર્સ રૉયલ્ટી-ફ્રી લાઇસન્સ હેઠળ ઑફર કરવામાં આવી શકે છે. ઓપન સૉર્સ લાઇસન્સમાં આમાંની કેટલીક શરતોને સ્પષ્ટ રીતે ઓવરરાઇડ કરતી હોય એવી જોગવાઈઓ હોઈ શકે છે, તેથી કૃપા કરીને લાઇસન્સની તે બધી શરતો વાંચવાની ખાતરી કરો.  

અન્ય કાનૂની શરતો

વૉરંટીનો અસ્વીકાર

આ કરારમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે તે સિવાય અથવા કાયદા દ્વારા જરૂરી હોય એ પ્રમાણે, સેવા "જેમ છે તેમ" પ્રદાન કરવામાં આવે છે અને YouTube સેવા વિશે કોઈપણ પ્રકારની પ્રતિબદ્ધતા કે વૉરંટી આપતું નથી. ઉદાહરણ તરીકે, અમે અહીં જણાવેલી બાબતોની કોઈ વૉરંટી આપતા નથી: (A) સેવા મારફતે પ્રદાન કરવામાં આવતું કન્ટેન્ટ; (B) સેવાની કોઈ વિશિષ્ટ સુવિધા કે તેની સચોટતા, વિશ્વસનીયતા, ઉપલબ્ધતા કે તમારી જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા અથવા (C) તમારા દ્વારા સેવા પર સબમિટ કરવામાં આવેલું કોઈપણ કન્ટેન્ટ ઍક્સેસિબલ હશે.

જવાબદારીની મર્યાદાઓ

લાગુ કાયદા દ્વારા આવશ્યક હોય તે સિવાય, YouTube, તેના આનુષંગિકો, અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ અને એજન્ટ કોઈપણ પ્રકારના નફા, આવક, વ્યવસાયની તકો, પ્રતિષ્ઠા કે અપેક્ષિત બચતમાં અણધાર્યા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. આ ઉપરાંત ડેટાની હાનિ કે તેમાં થયેલા ચેડાં; અપ્રત્યક્ષ કે પરિણામિક નુકસાન અથવા અહીં આપવામાં આવેલા કારણોસર થનારા શિક્ષાત્મક નુકસાન માટે પણ તે જવાબદાર રહેશે નહીં:

  1. સેવામાં કોઈ ભૂલ, ચૂક થાય કે પછી તે બરાબર કામ ન કરે;
  2. સેવાના તમારા વપરાશને કારણે વ્યક્તિગત ઇજા થાય કે પ્રોપર્ટીને નુકસાન પહોંચે;
  3. સેવાનો કોઈપણ રીતે અનધિકૃત ઉપયોગ કરવામાં આવે;
  4. સેવામાં આવેલા કોઈપણ પ્રકારનો વિક્ષેપ આવે કે સેવાને સમાપ્ત કરવામાં આવે;
  5. સેવામાં કે તેની મારફતે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા કોઈ વાયરસ અથવા દૂષિત કોડનો પ્રસાર કરવામાં આવે;
  6. કન્ટેન્ટના તમારા વપરાશ સહિત એવું કોઈપણ કન્ટેન્ટ કે જે કોઈ વપરાશકર્તા અથવા તો YouTube દ્વારા સબમિટ કરવામાં આવે અને/અથવા
  7. કોઈપણ કન્ટેન્ટને કાઢી નાખવામાં આવે અથવા તે ઉપલબ્ધ ન થાય.

આ જોગવાઈ કોઈપણ દાવા પર લાગુ થાય છે, પછી ભલે ને તે દાવો વૉરંટી, કરાર, અપકૃત્ય અથવા અન્ય કોઈ કાનૂની સિદ્ધાંતને આધારે કરવામાં આવ્યો હોય.

લાગુ થતા કાયદા અનુસાર મળેલી મંજૂરીની હદ સુધી, સેવાથી ઉદ્દભવેલા અથવા તેને સંબંધિત કોઈપણ દાવા માટેની YouTube અને તેના આનુષંગિકોની કુલ જવાબદારી આમાંથી જે રકમ વધારે હોય, તેના સુધી મર્યાદિત છે: (A) તમે YouTubeને લેખિતમાં દાવાની સૂચના આપી તે તારીખ પહેલાંના 12 મહિના દરમિયાન સેવાના તમારા ઉપયોગ માટે YouTube દ્વારા તમને ચુકવણી કરવામાં આવેલી આવકની રકમ અને (B) USD $500, જે પણ વધારે હોય.

નુકસાનની ભરપાઈ

લાગુ થતા કાયદા અનુસાર મળેલી મંજૂરીની હદ સુધી તમે YouTube, તેના આનુષંગિકો, અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ અને એજન્ટને નીચે જણાવેલા કારણોસર ઉદ્દભવતા કોઈપણ અને બધા દાવા, ક્ષતિઓ, સંડોવણી, નુકસાન, જવાબદારી, કાનૂની કાર્યવાહીના ખર્ચ, ઋણ અને અન્ય ખર્ચાથી (વકીલની ફી શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી) અને તેની સામે તેમનો બચાવ કરવા, તેમના નુકસાનની ભરપાઈ કરવા અને તેમને ક્ષતિમુક્ત રાખવા માટે સંમત થાઓ છો: (i) સેવાનો તમારો ઉપયોગ ; (ii) તમારા દ્વારા આ સેવાની શરતોની કોઈપણ શરતનું ઉલ્લંઘન; (iii) તમારા દ્વારા ત્રીજા પક્ષના કોઈપણ અધિકારનું ઉલ્લંઘન, જેમાં મર્યાદા વગર કોઈપણ કૉપિરાઇટ, પ્રોપર્ટી અથવા પ્રાઇવસીના અધિકારનો સમાવેશ થાય છે અથવા (iv) તમારા કન્ટેન્ટને કારણે ત્રીજા પક્ષને થયેલા નુકસાન વિરુદ્ધ કરવામાં આવેલો કોઈ દાવો. બચાવ અને નુકસાન ભરપાઈની જવાબદારી માટે સંમત થવા પર જ, આ કરાર અને સેવાનો તમારો ઉપયોગ જારી રાખી શકાશે.

ત્રીજા પક્ષની લિંક

સેવામાં YouTubeની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત કરવામાં આવતી ન હોય એવી ત્રીજા પક્ષની વેબસાઇટ અને ઑનલાઇન સેવાઓની લિંક શામેલ હોઈ શકે છે. આવી વેબસાઇટ અને ઑનલાઇન સેવાઓ પર YouTubeનું કોઈ નિયંત્રણ હોતું નથી અને તે કોઈ જવાબદારી લેતું નથી. તમે જ્યારે સેવા છોડો ત્યારે ધ્યાન રાખો; અમે સૂચવીએ છીએ કે તમે મુલાકાત લો છો તે ત્રીજા પક્ષની દરેક વેબસાઇટ અને ઑનલાઇન સેવાની શરતો તથા તેમની પ્રાઇવસી પૉલિસી વાંચો.

આ કરાર વિશે

આ કરારમાં ફેરફારો કરવા વિશે

અમે આ કરારમાં ફેરફાર કરી શકીએ છીએ, (1) અમારી સેવામાં થયેલા ફેરફારો અથવા અમે કેવી રીતે વ્યવસાય કરીએ છીએ તે દર્શાવવા માટે - જેમ કે, અમે નવી પ્રોડક્ટ કે સુવિધાઓ ઉમેરીએ કે પછી જૂની કાઢી નાખીએ ત્યારે, (2) કાનૂની, નિયમનકારી અથવા સલામતીના કારણોસર અથવા (3) દુરુપયોગ કે નુકસાન અટકાવવા માટે .

જો અમે આ કરારમાં અર્થપૂર્ણ ફેરફાર કરીશું, તો અમે તમને અગાઉથી જરૂરી સૂચના આપીશું અને સાથે જ ફેરફારોનો રિવ્યૂ કરવાની તક આપીશું, સિવાય કે (1) જ્યારે અમે કોઈ નવી પ્રોડક્ટ કે સુવિધા લૉન્ચ કરીએ અથવા (2) ચાલી રહેલા દુરુપયોગને અટકાવવા કે કાનૂની જરૂરિયાતો પૂરી કરવા જેવી તાકીદની પરિસ્થિતિઓમાં. જો તમે નવી શરતો સાથે સંમત ન હો, તો તમે અપલોડ કરેલું કોઈપણ કન્ટેન્ટ તમારે કાઢી નાખવું જોઈએ અને સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.

આ કરાર ચાલુ રાખવા વિશે

જો તમે સેવાનો ઉપયોગ કરવાનું બંધ કરી દો તો પણ, આ કરારની નીચે મુજબની શરતો તમારા પર લાગુ થવાનું ચાલુ રહેશે: "અન્ય કાનૂની શરતો", "આ કરાર વિશે" અને તમારા દ્વારા આપવામાં આવેલા લાઇસન્સ, “લાઇસન્સની અવધિ” હેઠળ જણાવવામાં આવેલી શરતો અનુસાર ચાલુ રહેશે.

વિભાજન

જો એવું બને કે આ કરારની કોઈ ચોક્કસ શરત કોઈ કારણસર લાગુ કરી શકાય તેમ નથી, તો તે અન્ય કોઈપણ શરતને અસર નહીં કરે.

જતું ન કરવું

જો તમે આ કરારનું પાલન કરવામાં નિષ્ફળ રહો અને અમે તાત્કાલિક તેના પર કોઈ પગલું ન લીધું હોય, તો તેનો અર્થ એ નથી કે અમે અમારો કોઈપણ અધિકાર (જેમ કે, ભવિષ્યમાં પગલાં લેવાનો અધિકાર) છોડી રહ્યાં છીએ.

અર્થઘટન

આ શરતોમાં વપરાયેલા, "શામેલ છે" અથવા "શામેલ કરવામાં આવ્યો છે"નો અર્થ એ થાય છે કે "આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી" અને અહીં આપેલા ઉદાહરણોનો હેતુ માત્ર દ્રષ્ટાંત આપવાનો છે.

નિયામક કાયદો

કેલિફોર્નિયાનો કાયદો એવા તમામ તકરારોનું સંચાલન કરશે કે જે શરતો અથવા સેવાથી ઉદ્દભવેલા અથવા તેની સાથે સંબંધિત છે કાયદાઓમાં વિરોધાભાસ સંબંધિત નિયમોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ તકરારો માટે નિરાકરણ માત્ર સાન્ટા ક્લૅરા કાઉન્ટી, કેલિફોર્નિયા, યુએસએની સંઘીય કે રાજ્ય કોર્ટમાં કરવામાં આવશે તથા તમે અને YouTube તે કોર્ટના વ્યક્તિગત અધિકાર ક્ષેત્રને સંમતિ આપો છો.

જો લાગુ થતો સ્થાનિક કાયદો આ તકરારોનું નિરાકરણ કેલિફોર્નિયાની કોર્ટમાં લાવતા અટકાવતો હોય, તો તમે તમારી સ્થાનિક કોર્ટમાં આ તકરારો ફાઇલ કરી શકો છો. તે જ પ્રમાણે, જો લાગુ થતો સ્થાનિક કાયદો તમારી સ્થાનિક કોર્ટને આ તકરારોના નિરાકરણ માટે કેલિફોર્નિયાનો કાયદો લાગુ કરતા અટકાવતો હોય, તો આ તકરારોનું સંચાલન તમારા નિવાસી દેશના કાયદાઓ દ્વારા થશે.

5 જાન્યુઆરી, 2022 થી લાગુ થાય છે (પહેલાંનું વર્ઝન જુઓ)